મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

જાન્યુઆરી, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Omicron Virus : શું કોરોનાનો આ ખતરનાક વેરિઅન્ટ ઉંદરોમાંથી આવ્યો ?

ઓમિક્રોન વેરિઅન્ટ ક્યાંથી આવ્યો ? તેનો જન્મ ક્યાં થયો હતો? વૈજ્ઞાનિકો તેની શોધ કરી રહ્યા છે.આ દરમિયાન, એક થિયરી આવી છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ઉંદરોમાંથી આવ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ખતરનાક અને ચેપી પ્રકાર બિન-માનવ પ્રાણીઓની જાતિઓમાંથી આવ્યો છે. સંભવતઃ  ઉંદરોમાંથી. જોકે અન્ય ઘણા જીવો પણ ઉંદરોમાં આવે છે.

STAT નામની મીડિયા સંસ્થાએ સમાચાર પ્રકાશિત કર્યા છે કે ગયા વર્ષના મધ્યમાં જ્યારે ઉંદરને કોરોનાનો ચેપ લાગ્યો હતો ત્યારે ઓમિક્રોનની ઉત્પત્તિ થઈ હતી. ઘણા સજીવોમાં પરિવર્તન કર્યા પછી, કોરોના વાયરસના આ નવા સંશોધિત પ્રકારે મનુષ્યોને ચેપ લગાવ્યો હોઈ શકે છે. આ સમગ્ર પ્રક્રિયાને રિવર્સ ઝૂનોસિસ કહેવામાં આવે છે.

રિવર્સ ઝૂનોસિસને સમજવા માટે, પહેલા ઝૂનોસિસને સમજવું પડશે. ઝૂનોસિસનો અર્થ છે પ્રાણીઓમાંથી મનુષ્યમાં પ્રસારિત થતો રોગ. જ્યારે વાયરસ માણસોમાંથી પ્રાણીઓમાં જાય છે. ત્યાં તે ફરીથી તેનું સ્વરૂપ બદલી નાખે છે એટલે કે મ્યુટેશન અને પછી ફરી મનુષ્યમાં ચેપ લગાડે છે. તેને રિવર્સ ઝૂનોસિસ કહેવામાં આવે છે.

Trending: 11 ફેબ્રુઆરીએ ધરતી પર આવી શકે છે તબાહી ! NASAએ આપી ચેતાવણી, જાણો શુ છે મામલો.........

Trending News: ધરતી માટે આમ તો માણસ જ સૌથી મોટુ સંકટ બની ગયો છે. પરંતુ નાસાના વૈજ્ઞાનિકોએ એક એવા ખતરા વિશે ચેતાવણી આપી છે કે જેનાથી તમામ લોકો ગભરાઇ ગયા છે. નાસા (NASA)એ કહ્યું કે, 11 ફેબ્રુઆરીએ પૃથ્વીની એકદમ નજીકથી એક એસ્ટેરૉઇડ (છુદ્રા ગ્રહ) પસાર થશી અને જો આ એસ્ટેરૉઇડ પૃથ્વી સાથે ટકરાશે તો ભારે તબાહી મચી શકે છે.

ઉલ્લેખનીય છે કે આપણી પૃથ્વી દરરોજ અંતરિક્ષમાંથી તુટીને નીચે પડતા એસ્ટેરૉઇડનો સામનો કરે છે. આમાંથી કેટલાય એસ્ટેરૉઇડ પૃથ્વીની એકદમ નજીકથી નીકળી જાય છે. જ્યારે કેટલાક સમૃદ્રમાં પડી જાય છે, પરંતુ જો કોઇ વિશાળકાય એસ્ટેરૉઇડ સમૃદ્રની જગ્યાએ જમીન પર પડ્યો તો કોઇ મોટી તબાહીનુ કારણ બની શકે છે.

કેટલો મોટો છે આ એસ્ટેરૉઇડ-
નાસાએ બતાવ્યુ કે પૃથ્વી તરફથી ઝડપથી આગળ વધી રહેલા આ એસ્ટેરૉઇડનો આકાર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી ઘણો મોટો છે. આનુ નામ 138971 (2001 CB21) રાખવામાં આવ્યુ છે, આ એસ્ટેરૉઇડની પહોળાઇ 4265 ફૂટ છે અને આને પૃથ્વીની સૌથી નજીકથી પસાર થનારા એસ્ટેરૉઇડના લિસ્ટમાં રાખ્યો છે.

આર્મીની આ હૉટ મહિલા ઓફિસર અચાનક નોકરી છોડીને બની ગઇ એડલ્ટ સ્ટાર, બોલી- જીવનને રોમાંચક બનાવવા લીધો આ ફેંસલો

વૉશિંગટનઃ Kayley Gunner નામની અમેરિકન મહિલા આર્મી ઓફિસરે અચાનક યુએસ સેનાને (US Army) દીધી. તેને પાંચ વર્ષ સુધી સેનામાં પોતાની સેવાઓ આપી. કેલી ગનર સેનામાં સર્જેન્ટ (Sergeant) પર પર કાર્યરત રહી હતી. આ પછી તેને સેનાનુ કામ છોડીને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો ફેંસલો કર્યો છે. Kayley Gunner અત્યાર સુધી બે એડલ્ટ મૂવીમાં આવી ચૂકી છે, તે એક ચર્ચિત એડલ્ટ સાઇટ પર પણ ખુબ એક્ટિવ છે. Kayley Gunnerએ બતાવ્યુ કે, કેમ તેને કેરિયર બદલવાનો ફેંસલો કર્યો.

Global Firepower's comprehensive index અનુસાર, અમેરિકન આર્મીને દુનિયાની સૌથી શક્તિશાળી આર્મી પણ કહેવામાં આવે છે. ડેલી સ્ટાર અનુસાર, કેલી ગનર (Kayley Gunner) નામની મહિલાએ અમેરિકન મિલિટ્રીની નોકરી છોડી દીધી. હવે તે પોર્ન ઇન્ડસ્ટ્રી (Porn industry) તરફ પોતાનુ પગલુ ભરી ચૂકી છે.

પોર્નની કેરિયરને રોમાંચક અનુભવ ગણાવ્યો-
કેલી ગનર (Kayley Gunner)એ બતાવ્યુ કે તેને આશા છે કે તેના માટે પોર્નની કેરિયર નવો અને રોમાંચક અનુભવ રહેશે. પાં

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.

કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્

Covid-19 : ઓમિક્રૉનને હરાવવા અમેરિકન ફાર્મા કંપની મૉડર્નાએ બૂસ્ટર ડૉઝને લઇને શું કર્યુ કામ, જાણો વિગતે

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ માટે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે.

600 વયસ્કો ટ્રાયલમાં સામેલ થયા
ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ખાસ વેક્સીન માટે મૉડર્નનુ ટ્રાયલ શરૂ.....
ફાર્મા કંપની મૉડર્નના મુખ્ય અધિકારી સ્ટીફન બન્સલે (Stephane Bancel) કહ્યું કે, અમે હાલનના અધિકૃત બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉન વિરુદ્ધ એન્ટીબૉડી દ્રઢતા (Antibody Persistence)થી આશક્ત છીએ. અમે આપણા ઓમિક્રૉન સ્પેશિફિક વેક્સીનને એડવાન્સ કરતા અમારા બીજા તબક્કાના અધ્યનના આ ભાગને શરૂ કરવામાં ખુશ થઇ રહ્યા છીએ. મૉડર્નાનુ આ નિવેદન ફાઇઝર (Pfizer

બિઝનેસ ટ્રીપના નામે યુવક પ્રેમિકા સાથે હોટલમાં જઈને માણી રહ્યો હતો શરીર સુખ, પત્નિને ખબર પડતા કર્યો મેસેજ ને...

ગુનેગાર ગમે તેટલો હોંશિયાર હોય, ગુનો કર્યા પછી તે કેટલાક પુરાવાઓ પાછળ છોડી જાય છે. ફિલ્મો, વાર્તાઓ અને વાસ્તવિકતાની દુનિયામાં તમે આવા ઘણા ઉદાહરણો જોયા હશે જ્યાં કોઈ વ્યક્તિએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે ગુનો કર્યો હોય પરંતુ આખરે તે પોલીસના હાથે પકડાઈ જાય છે. જો તમે આવું કોઈ ઉદાહરણ સાંભળ્યું નથી, તો આજે અમે તમને આવી જ એક વાર્તાથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ જ્યાં એક પતિ તેની પૂર્વ પ્રેમિકા સાથે બિઝનેસ ટ્રીપના બહાને સમય વિતાવીને પાછો ફર્યો, તેણે આ વાતને ગુપ્ત રાખવાનો પૂરો પ્રયાસ કર્યો. પરંતુ તેની એક ભૂલ ભારે પડી ગઈ.

બેકીએ ટિકટોક પર સ્ટોરી કહી

બેકી નામની મહિલાએ તેની ટિકટોક ચેનલ પર તેના પતિના આ કૃત્યને વર્ણવ્યું છે. બેકીએ જણાવ્યું કે તેનો પતિ એક મહિના પહેલા બિઝનેસ ટ્રીપ પર ગયો હતો અને તે એ જ હોટલમાં રોકાયો હતો જ્યાં તેની એક્સ ગર્લફ્રેન્ડ પણ રોકાઈ હતી. તે તેની ઓફિસમાં કામ કરે છે. તેણીને તેના પતિ પર પહેલેથી જ શંકા હતી. એટલા માટે તેણે તેની સાથે મેસેજ દ્વારા વાત કરી. તેના પર તેના પતિએ કહ્યું કે આવું કંઈ નથી.

રઘવાયેલા ઈમરાન ખાનની વિપક્ષને ખુલ્લી ધમકી, કહ્યું-પદથી હટાવશો તો બની જઈશ ખતરનાક

Pak PM Threats: પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને રવિવારે વિરોધ પક્ષોને ચેતવણી આપી હતી કે જો તેમને પદ છોડવાની ફરજ પાડવામાં આવશે તો તેઓ વધુ ખતરનાક બની જશે. આ સાથે ઈમરાન ખાને વિપક્ષની કોઈપણ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ની 23 માર્ચે સરઘસ કાઢવાની યોજના અંગેના પ્રશ્નના જવાબમાં ખાને કહ્યું કે આ પગલું નિષ્ફળ જશે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, "જો હું રસ્તા પર આવીશ તો તમને (વિપક્ષ) બધાને છુપાવવાની જગ્યા નહીં મળે." તેણે કહ્યું કે જો તેને પદ છોડવાની ફરજ પાડવામાં આવશે તો તે વધુ ખતરનાક બની જશે.

અફઘાનિસ્તાનમાં કાર્યરત ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન (IS-K), પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) કરતાં પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વાની શાંતિ અને અખંડિતતા માટે વધુ ખતરો છે. પ્રાંતીય પોલીસ વડાએ શનિવારે આ માહિતી આપી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં કાબુલમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ IS-Kએ અફઘાનિસ્તાનના કેટલાય શહેરોમાં હુમલા તેજ કર્યા છે. તેણે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં

ઓમિક્રોનના 9 કેસ આવતાં જ આ દેશમાં જાહેર કરી દેવાયું રેડ એલર્ટ, લોકડાઉન લદાશે કે નહીં એ વિશે સરકારે શું કહ્યું ?

ન્યુઝીલેન્ડે રવિવારે જણાવ્યું હતું કે દેશભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના નવ કેસ મળી આવ્યા પછી તે તેના ઉચ્ચતમ સ્તરના COVID-19 પ્રતિબંધો લાગુ કરશે, જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા ચેપના પ્રતિભાવમાં કોઈ લોકડાઉન થશે નહીં.

વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને જણાવ્યું હતું કે સોમવારે સવારે મધ્યરાત્રિથી સમગ્ર દેશ તેના "રેડ" એલર્ટ સ્તર હેઠળ હશે, જેમાં જાહેર સ્થળ પર માસ્ક પહેરવું ફરજિયાત હશે અને મોટાભાગના સ્થળો પર ક્ષમતા મર્યાદા લાદવામાં આવશે. તેણીએ ઉમેર્યું કે કિવીઓએ "કેટલાક અઠવાડિયા" માટેના પ્રતિબંધોની અપેક્ષા રાખવી જોઈએ, નોંધ્યું છે કે તેણે નવા પ્રતિબંધોના જવાબમાં તેણીના પોતાના લગ્ન રદ કર્યા છે.

તેણે કહ્યું, “હું જાણું છું કે આવા કેસોની સંખ્યા સાંભળવાથી લોકોને ઘણી મુશ્કેલી થશે. અમે ફેલાવાને ધીમું કરવા અને કોરોના કેસની સંખ્યા ઘટાડવા માટે શક્ય તેટલું બધું કરીશું. તેમણે જણાવ્યું કે ઓકલેન્ડમાં ઓમિક્રોનના નવ કેસ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે રવિવારે મધ્યરાત્રિએ દેશને "રેડ" એલર્ટ હેઠળ મૂકવામાં આવશે.”

COVID 19: આખી દુનિયામાં કોરોનાનો કોહરામ, ત્રણ દિવસમાં નોંધાયા 1 કરોડથી વધુ કેસ, દરરોજ 9 હજાર લોકો ગુમાવી રહ્યાં છે જીવ

Covid-19: કૉવિડ-19 મહામારીથી આખી દુનિયામાં કોહરામ મચી ગયો છે. દુનિયાના 200 થી વધુ દેશો કોરોનાથી અસરગ્રસ્ત થયા છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાથી કુલ 34 કરોડ 98 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 27 કરોડ 81 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા બાદ ઠીક થઇ ગયા છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 6 કરોડ 60 લાખથી વધુ છે. વળી, મોતનો આંકડાની વાત કરીએ તો આખી દુનિયામા આ મહામારીના કારણે અત્યાર સુધી 56 લાખ 10 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

જાણકારી અનુસાર, દુનિયાભરમાં છેલ્લા ત્રણ દિવસોમાં એક કરોડથી વધુ કેસો સામે આવ્યા છે. વળી એવરેજ દરરોજ લગભગ 9000 લોકો જીવ ગુમાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે સંક્રમણથી બચવા માટે દુનિયાભરમાં કેટલાય દેશો રસીકરણ અને બુસ્ટર ડૉઝનુ અભિયાન ઝડપથી ચલાવી રહ્યાં છે.

અમેરિકામાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને અહીં દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે. અમેરિકા લગભગ 8 લાખથી વધુ કોરોના દર્દીઓની સાથે ટૉપ પર છે. આખી દુનિયામાં 6.60 કરોડ એક્ટિવ કેસમાં એકલા અમેરિકામાં 2.65 કરોડ કોરોનાના એક્ટિવ કેસ છે.&

Corona : રશિયામાં કોરોનાનો કોહરામ, એક જ દિવસમાં નોંધાયા રેકોર્ડ 49 હજારથી વધુ કેસો, જાણો વિગતે

Covid-19 in Russia: રશિયમાં કોરોનાનુ સંક્રમણ વધવાનુ શરૂ થઇ ગયુ છે. દેશમાં દૈનિક નવા કેસોમાં (Coronovirus Infection) સતત વધારો થઇ રહ્યો છે. શુક્રવારે રેકોર્ડ સ્તર પર આ કેસો પહોંચી જતા સરકાર હરકતમાં આવી ગઇ છે. દેશમાં ઓમિક્રૉન વેરિએન્ટનુ (Omicron Variant) સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે.

રશિયાના સ્વાસ્થ્ય અધિકારીઓ પણ આ વાતને માને છે કે દેશમાં ઝડપથી સંક્રમણ ફેલાઇ રહ્યું છે, અને આ માટે ઓમિક્રૉન જવાબદાર છે. હવે આ વેરિએન્ટનો પ્રકોપ આખા દેશમાં ઝડપથી ફેલાશે. સંક્રમણથી બચવા માટે દેશમાં રસીકરણનો પ્રોગ્રામ ચાલુ છે, કેટલીય હૉસ્પીટલો કોરોના દર્દીઓથી ભરાઇ ગઇ છે.

રશિયામાં રેકોર્ડ 49,513 નવા સંક્રમણના કેસો નોંધાયા-
મીડિયા રિપોર્ટ અનુસાર, દેશમાં કોરોનાના વાયરસ ટાસ્ક ફોર્સ (Coronavirus Task Force)એ શુક્રવારે રેકોર્ડ 49,513 નવા સંક્રમણના કેસોને રિપોર્ટ કર્યા છે. અત્યાર સુધી મહામારી દરમિયાન સંક્રમણનો આ આંકો સૌથી વધુ છે.

રશિયાના મોટા શહેરો મૉસ્કો

કેનેડા-યુએસ બોર્ડર પર કાતિલ ઠંડીના કારણે ચાર ભારતીયોના મોત, જાણો વિગત

ટોરન્ટોઃ કેનેડા-અમેરિકા બોર્ડર પર હાલ કાતિલ ઠંડી પડી રહી છે. આ ઠંડીમાં ચાર ભારતીયોના મોત થયા છે. આ ઘટનાની નોંધ વિદેશમંત્રી એસ જયશંકરે પણ લીધી છે અને ટ્વીટ પણ કર્યુ છે. પ્રાથમિક રીપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે, આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા છે, જેમાં મૃતકોમાં પતિ પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત આ મૃતકો ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ ગુરુવારે જણાવ્યું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે ચાર શબ મળ્યાં જેમાં બે શબ વયસ્કોનાં,એક કિશોર અને એક બાળક છે.જ્યારે શબ બરામદ થયાં ત્યારે ત્યાં માઇનસ 35 ડિગ્રી તાપમાન હતું.

Shocked by the report that 4 Indian nationals, including an infant have lost their lives at the Canada-US border. Have aske

ત્રીજી લહેરના ખતરાની વચ્ચે આ સમૃદ્ધ દેશમાં આગામી મહિનાથી કોરોના નિયમોમાં લોકોને મળશે છૂટછાટ, નહીં પહેરવુ પડે માસ્ક, જાણો

Covid-19 Update: સમગ્ર વિશ્વમાં એકબાજુ કોરોના મહામારીની ત્રીજી લહેરે કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે, તો વળી આનાથી ઉલટી ખબર યુરોપીય દેશોમાંથી મળી રહી છે. બ્રિટન બાદ હવે ફ્રાન્સમાં પણ કોરોનાના નિયમોમાં છુટછાટ આપવામાં આવશે. ફ્રાન્સમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે, આ બધાની વચ્ચે ફ્રાન્સ સરકારે કૉવિડ નિયમો (Covid Rules)માં છૂટછાટ આપવાનો ફેંસલો કર્યો છે.

ફ્રાન્સના પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સે (PM Jean Castex) આશા રાખતા ગુરુવારે 20 જાન્યુઆરીએ કહ્યું કે, ફેબ્રુઆરીમાં કોરોનાના કેસો ઓછા થશે. નાઇટ ક્લબ્સ (Nightclubs), સિનેમા હૉલ, બાર, સ્પોર્ટ્સ અને એન્ટરટેનમેન્ટની જગ્યાએ પર લોકોને કૉવિડ નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે. આગામી મહિનાથી નાઇટ ક્લબ ખોલવાની પરવાનગી આપવામાં આવશે. આ દરમિયાન નાગિરકોને વર્ક ફ્રૉમ હૉમના નિયમોમાં પણ છૂટછાટ આપવામાં આવશે.

આગામી મહિનાથી કૉવિડ નિયમોમાં ફ્રાન્સમાં મળશે છૂટછાટ
ફ્રાન્સના પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સે કહ્યું કે, ઉત્સાહજનક સંકેતોની વચ્ચે

Ghana Explosion: ઘાનામાં વિસ્ફોટ, 17 લોકોના મોત, 59 લોકો ઘાયલ

Ghana Explosion: ઘાનામાં એક ભીષણ વિસ્ફોટમાં 17 લોકોના મોત થઇ ગયા છે. જ્યારે 59 લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યાં છે. પોલીસ અને એક પ્રત્યક્ષદર્શી અનુસાર, ઘાનામાં ગુરુવારે એક મોટરસાકલ અને વિસ્ફોટક લઇ જઇ રહેલી એક ટ્રકના ટકરાયા બાદ ભીષણ ધડકોક થયો હતો. આ ભીષણ દૂર્ઘટનામાં 17 લોકોના મોત થયાનો આંકડો હજુ વધી શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટના કારણે પશ્ચિમી ઘાના (Western Ghana)ના એક નાના શહેર એપિયેટ (Apiate) ને પુરેપુરી રીતે નુકસાન કરી દીધુ છે, અને વિસ્ફોટનો અવાજ સાંભળનારા લોકોએ મીડિયાને બતાવ્યુ કે વિસ્ફોટના કારણે કેટલીય ઇમરાતો ધરાશાયી થઇ ગઇ છે, જેમાં કેટલાય લોકો અને જાનવર કાટમાળ નીચે દબાઇ ગયા છે.

ઘાનામાં વિસ્ફોટમાં 17 લોકોના મોત
પોલીસે કહ્યું કે મોટાભાગના પીડિતોને બચાવી લેવામાં આવ્યા છે, અને તેમને હૉસ્પીટલમાં સારવાર માટે ભરતી કરાવાયા છે. પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ઇમરજન્સી સેવાના કર્મચારીઓને એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. લોકોને શાંતિ  રાખવાની અપીલ કર

Trending News : 'નકલી સૂરજ' બાદ હવે ચીને તૈયાર કર્યો 'નકલી ચાંદ', જાણો ચીન કેમ કરી રહ્યું છે આવુ........

China Experiment : ચીન (China) સાયન્સ અને ટેકનોલૉજી (Science and Technology)ના સેક્ટરમાં સતત કારનામા કરી રહ્યું છે. ‘નકલી સૂરજ’ (Artificial Sun) બાદ હવે ચીને ‘નકલી ચાંદ’ (Artificial Moon) પણ બનાવી લીધો છે.

ચીનનુ કહેવુ છે કે આ નકલી ચાંદથી વીજળી ખર્ચમા ખુબ મોટો ઘટાડો આવશે. આ ચાંદ ઝીરો ગ્રેવિટી (Zero Gravity Moon) વાળો છે. રિપોર્ટ અનુસાર, ચીનના વૈજ્ઞાનિકો (Scientist)એ આ નકલી ચાંદ પર ચુંબકીય શક્તિની પરખ કરી. આને બનાવવા પાછળ કેટલાય ઉદેશ્ય છે. આનો પહેલો હેતુ ભવિષ્યમાં ચુંબકીય શક્તિથી ચાલનારુ યાન તૈયાર કરવાનુ અને ટ્રાન્સપોર્ટેશનના નવા સાધનો શોધવાનો છે. આ ઉપરાંત ચીન ચાંદ પર વસ્તી પણ વસાવવા માંગે છે. જાણો ચીન આવુ કેમ કરી રહ્યું છે........

આ વર્ષના અંત સુધી મોટો એક્સપેરિમેન્ટ-
રિપોર્ટ અનુસાર, ચાઇના યૂનિવર્સિટી ઓફ માઇનિંગ એન્ડ ટેકનોલૉજી (China University of Mining and Technology) ના જિયોટેકનિકલ એન્જિનીયર લી રૂઈલિને કહ્યું કે, વર્ષ 20

Covid-19: દુનિયાના આ સમૃદ્ધ દેશે તમામ પ્રકારની પાબંદીઓ હટાવી દીધી, WFH બંધ કર્યુ-માસ્ક પહેરવામાંથી આપી છુટ્ટી

Corona Virus: દુનિયાભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. આ બધાની વચ્ચે દુનિયાના સમૃદ્ધ દેશ બ્રિટને એક મોટો ફેંસલો લીધો છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને (British PM Boris Johnson ) ગયા બુધવારે દેશના લોકોને ફરજિયાત માસ્ક પહેરવા સહિતની કેટલીય પાબંદીઓને હટાવી દીધી છે.

બોરિસ જોનસને જાહેરાત કરી છે કે, દેશમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનની પીક આવી ચૂકી છે. આવામાં સરકાર તરફથી માસ્ક પહેરવા જેવી અનિવાર્ય કૉવિડ-19 ઉપાયોને સમાપ્ત કરવામાં આવે છે.

બોરિસ જોનસને કહ્યું- દેશમાં ઓમિક્રૉનની સ્થિતિને જોતા કેટલાય પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ બ્રિટનમાં હવે લોકોને વક્ર ફ્રૉમ હૉમ કરવાનુ નહીં કહેવામાં આવે. વળી, સરકાર તરફથી લોકોને દરેક જગ્યાએ અનિવાર્ય માસ્ક પહેરવાના નિયમને પણ ખતમ કરવામાં આવ્યો છે. હવે લોકો ઇચ્છે તો પબ્લિક પ્લેસીસ પર વિના માસ્ક પહેરીને ફરી શકે છે. આની સાથે જ જલદી જ સ્કૂલમાં અનિવાર્ય રીતે માસ્ક પહેરવાની પાબંદી પણ નહીં રહે.  દેશમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનની પીક આવી ચૂકી છ

ભારતીય બેંકોનું ફૂલેકું ફેરવીને ભાગી જનારા કારોબારી Vijay Mallya ની વધી મુશ્કેલી, London નો વૈભવી બંગલો કરવો પડી શકે છે ખાલી

Bank Loan Fraud Case: બ્રિટનની એક અદાલતે મંગળવારે ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને લંડનમાં તેમના આલીશાન મકાનમાંથી બહાર કાઢવાના આદેશ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. હકીકતમાં, સ્વિસ બેંક UBS સાથે લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદમાં માલ્યાના ઘરને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

માલ્યાએ આ આદેશના પાલન પર રોક લગાવવાની માંગ કરી હતી. પરંતુ લંડન હાઈકોર્ટના ચેન્સરી ડિવિઝનના જજ મેથ્યુ માર્શે પોતાના નિર્ણયમાં કહ્યું કે માલ્યા પરિવારને બાકી રકમ ચૂકવવા માટે વધારાનો સમય આપવાનું કોઈ કારણ નથી. મતલબ કે માલ્યાને આ પ્રોપર્ટીમાંથી બહાર કરી શકાય છે. માલ્યાએ આ સ્વિસ બેંકની 204 મિલિયન પાઉન્ડની લોન પરત કરવાની છે.

UBS bank wins the right to repossess and sell fugitive businessman Vijay Mallya’s luxury home in London where he stays with his son & 95-year-old mother

(File phot

Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, 12 લોકોના મોત

અફઘાનિસ્તાન (Afghanistan) માં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત બડધિસમાં સોમવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.6 હતી. સ્થાનિક અધિકારીએ આ જાણકારી આપી.

મળતી માહિતી મુજબ પશ્ચિમી પ્રાંત બડધિસમાં બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકાથી અનેક મકાનોને નુકસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

શુક્રવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

આ પહેલા શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાનના ફૈઝાબાદ નજીક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જો કે, તે સમયે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર મળ્યા ન હતા. ત્યારબાદ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. શુક્રવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 117 કિમી દક્ષિણપૂર્વમાં હતું.

ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હ

UAEમાં યમનના હૂતી વિદ્રોહીઓએ એરપોર્ટ પર કર્યો મોટો હુમલો, બે ભારતીય સહિત 3ના મોત

Drone Attack At Abu Dhabi International Airport: સંયુક્ત રાષ્ટ્ર અમીરાત (UAE)માં હુમલાના સમાચાર સામે આવ્યા છે. યમનના ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીએ સાઉદી અરબ બાદ હવે યુએઇ પર હુમલો કરવાનુ શરૂ કરી દીધુ છે. અધિકારીઓએ અનુસાર, અબુધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે બે ધમાકા થયા. દુબઇના અલ અરબિયા ઇંગ્લિશના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે, જેમા બે ભારતીય નાગરિક અને એક પાકિસ્તાની નાગરિક છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ડ્રૉન્સ દ્વારા કરવામાં આવ્યો છે.

ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીએ હુમલાની જવાબદારી લઇ લીધી છે. સંગઠને નિવેદન આપીને યુએઇ પર હુમલા શરૂ કરવાની વાત કહી છે. યુએઇના સ્થાનિક મીડિયા અનુસાર, એરપોર્ટ પર આ બ્લાસ્ટ અબુધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC)ના પેટ્રૉલ લઇ જઇ રહેલા ટેન્કરોમાં થયા છે. શરૂઆતી તપાસમા સામે આવ્યુ છે કે ટેન્કરોમાં આગ લાગવાના ઠીક પહેલા આકાશમાં ડ્રૉન જેવી આકૃતિઓ દેખાઇ હતી. જો કે બે અલગ અલગ વિસ્તારોમાં પડી હતી.
<blockquote class="twitter-t

અમેરિકામાં જેને છોડાવવા આતંકવાદી હુમલો કરાયો એ પાકિસ્તાની ન્યુરો સાયન્ટિસ્ટ આફિયા સિદ્દીકી કોણ છે ?

વોશિંગ્ટનઃ અમેરિકાના ટેક્સાસમાં એક આતંકવાદીએ શનિવારે યહૂદી ધર્મસ્થાન એટલે કે સિનેગોગ  પર હુમલો કરીને 4 લોકોને બંદી બનાવ્યા હતા. ટેક્સાસ પોલીસ, સ્વાટ-સ્ક્વોડ અને એફબીઆઈની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને  ચારે લોકોનો છૂટકારો કરાવીને આતંકવાદીને ઝડપી લીધો હતો.

આતંકવાદીએ હુમલો ટેક્સાસની જેલમાં બંધ પાકિસ્તાની ન્યૂરો-સાયન્ટિસ્ટ આફિયા સિદ્દિકીને છોડાવવા કર્યો હતો. આફિયાને અલ કાયદા સાથે સંબંધ રાખવાના આરોપમાં અમેરિકાની કોર્ટે સજા ફચકારી હતી અને હાલમાં જેલમાં બંધ છે. આફિયા સિદ્દિકીને છોડાવવા હુમલો થતાં કે આ આતંકી હુમલો આફિયા સિદ્દિકીના ભાઈ મુહમ્મદ સિદ્દીકીએ કર્યો હોવાના અહેવાલ કેટલાક મીડિયામાં આવ્યા હતા. આ હુમલા પછી મુહમ્મદ સિદ્દીકીએ આ આરોપોનું ખંડન કરીને કહ્યું કે, પોતે કાયદામાં માને છે અને આ કેસમાં અયોગ્ય રીતે પોતાનું નામ આવવાથી તે નારાજ છે.

આ ઘટનાના પગલે આફિયા સિદ્દિકી ચર્ચામાં આવી ગઈ છે. પાકિસ્તાનની નાગરિક ડો. આફિયા સિદ્દીકી પર અલકાયદા માટે કામ કરવાનો આરોપ છે.  મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટે

2022માં કોરોનાની મહામારીનો આવશે અંત? જાણો WHOના પ્રમુખે આ નિવેદન આપવાની સાથે શું આપી ચેતાવણી

WHOના પ્રમુખ  ડોક્ટર ટ્રેડસ અધનોમે કહ્યું કે, 2022 કોરોના  મહામારીનું અંતિમ વર્ષ હોઇ શકે છે પરંતુ તે માટે વિકિસિત દેશોએ તેમની વેક્સિન અન્ય દેશોને વહેચવી પડશે.

ઓમિક્રોનના ઝડપથી વધતાં કેસની વચ્ચે WHOના પ્રમુખ  ડોક્ટર ટ્રેડસ અધનોમે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 2022નું વર્ષ કોરોના મહામારીનું અંતિમ વર્ષ હોઇ શકે છે. પરંતુ તે માટે વિકિસિત દેશોએ તેમની વેક્સિન અન્ય દેશોને વહેચવી પડશે. કોરોના તેના ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે.

WHOના પ્રમુખ  ડોક્ટર ટ્રેડસ અધનોમે સંપૂર્ણ જાણકારી આપતાં વિશ્વાસથી જણાવ્યું કે, 2022નું વર્ષ કોરોના મહામારી માટે અંતિમ હશે. જો કે તેના માટે એક શરત મૂકી છે. તેમણે જણાવ્યું કે, કોરોનાને ગૂડ બાય કહેવા માટે સંક્રીર્ણ રાષ્ટ્રવાદ અને  વેક્સિનની જમાખોરીથી બચવું પડશે. WHOના પ્રમુખ  ડોક્ટર ટ્રેડસ અધનોમે કહ્યું કે, વેક્સિનની અસામનતાએ જ ઓમિક્રોન જેવા વેરિયન્ટના ફેલાવાને સ્પેસ આપી છે.

તાજા આંકડા દર્શાવે છે કે, દુનિયાના અનેક એવા વિસ્તાર છે

WHOના પ્રમુખ વૈજ્ઞાનિકે કહ્યું, “ભારતમાં નાઇટ કર્ફ્યૂની પાછળ નથી કોઇ વૈજ્ઞાનિક આધાર" ઓમિક્રોનને લઇને આપી આ ચેતાવણી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ભારતમાં નાઈટ કર્ફ્યુ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, કોરોનાના ફેલાવાને રોકવા માટે નાઇટ કર્ફ્યુ લાદવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. એક ટીવી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સ્વામીનાથને કહ્યું કે, ભારત જેવા દેશોએ વાયરસના ફેલાવાને રોકવા માટે વિજ્ઞાન આધારિત નીતિઓ બનાવવી જોઈએ. નાઇટ કર્ફ્યુ પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી. પુરાવા આધારિત પગલાં લેવા જોઈએ.

તેમણે કહ્યું કે મનોરંજનના સ્થળો પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવે તે સ્વાભાવિક છે, કારણ કે અહીં વધુ લોકો એકઠા થાય છે અને ચેપનો વધુ ફેલાવો પણ આવા સ્થળોથી થાય છે. તેમણે કહ્યું કે, ભારતમાં ઓમિક્રોનના કેસ ખૂબ જ ઝડપથી વધશે અને કેટલાક શહેરોમાં કેસ પણ વધવા લાગ્યા છે, પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ તેનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે.

આ સિવાય સ્વામીનાથને ટ્વિટ કર્યું કે, ચેપને કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધશે, ખાસ કરીને એવા દર્દીઓ કે જેમને રસી આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે, ઓમિક્રોન ઓછા ગંભીર રોગનું કારણ બની શકે છે, તેમ છત